Junagadh: ચોરવાડના તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત, જુઓ Video
ચોરવાડમાં તળાવમાં ફૂલ તોડવા જતા બે યુવાનો તળાવમાં રહેલા કાદવમાં ફસાઇ ગયા હતા અને ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને યુવકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરોએ બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા.
Junagadh : જૂનાગઢના ચોરવાડના તળાવમાં ફૂલ તોડવા જતા બે યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ચોરવાડાના તળાવમાં આ બંને યુવકો ડૂબી જતાં મોત થયા છે. બનાવની વાત કરીએ તો બંને યુવકો તળાવમાં કમળના ફૂલ તોડવા ગયા હતા. આ દરમિયાન તળાવમાં રહેલા કાદવમાં ફસાઈ ગયા હતા અને ડૂબી ગયા હતા.
આ પણ વાંચો જૂનાગઢમાં કાર્યક્રમ દરમિયાન ગરમીથી અકળાયા CM, કહ્યું- હોલમાં AC નથી લાગતું, જુઓ Video
બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને યુવકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરોએ બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા. એક સાથે બે યુવકોના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
