દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી સરકારી કાર ચોરી થવાનો મામલો, 2 ડ્રાઇવર સસ્પેન્ડ
દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરની સરકારી કાર જ ચોરી થવાના મામલે હવે દેવભૂમિ દ્વારકા એસપીએ 2 ડ્રાયવરને ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. ફરજમાં બેદરકારી દાખવવાને કારણે પોલીસની જ કાર ચોરી થઈ જવાની ઘટના બની હોવાના પ્રાથમિક કારણોસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વાન જ ચોરી થઈ જવાની ઘટનાને લઈ ચારે તરફ ચર્ચાનો વિષય બન્યો હતો.
પોલીસ સ્ટેશનમાંથી કાર ચોરી થઈ જવાના રાજ્યના ચર્ચાસ્પદ ઘટનામાં હવે દેવભૂમિ દ્વારકાના એસપી દ્વારા આકરી કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. પોલીસ સ્ટેશનની કાર જ ચોરી થઈ જવાને લઈ આ મામલામાં 2 પોલીસ ડ્રાયવરને સસ્પેન્ડ કરવાનો આદેશ એસપીએ કર્યો છે. SP એ કાળુ મોઢવાડીયા અને રાજુ ઓળકિયાને સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટને લઈ દારુની હેરાફેરી પર પોલીસની બાજ નજર, શામળાજી નજીકથી ઝડપાયો જથ્થો
ડ્રાયવરોએ બેદરકારી દાખવતા પ્રથમ ચાલકે ડ્યુટી પૂર્ણ થતા કારમાંજ ચાવી રહેવા દીધી હતી. જ્યારે બીજો ચાલક હાજર થયો નહોતો. આમ બંનેની બેદરકારી હોવાનું પ્રાથમિક રીતે જણાતા બંને સામે કાર્યવાહી હાથ ધરી છે. બંનેની ભૂલને કારણે આરોપી મોહિત શર્માને પોલીસ વાન ચોરી કરવાનો મોકો મળ્યો હતો અને તે પીઆઈ દ્વારકા લખેલ સરકારી બોલેરો કારને ઉઠાવી ગયો હતો. પરંતુ પોલીસે કલાકોના સમયમાં કાર સાથે આરોપીને ઝડપી લીધો હતો. જોકે પોલીસ સ્ટેશનમાં જ ચોરીની ઘટના ચર્ચાસ્પદ બની હતી.
દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
