Gujarati Video : અમદાવાદના જીવરાજ પાર્કના એક ઘરમાં પંખા સાથે છતનો ભાગ તૂટીને પડ્યો, પિતા-પુત્રના મોત

| Edited By: | Updated on: Apr 20, 2023 | 10:05 AM

અમદાવાદના (Ahmedabad ) જીવરાજ પાર્ક વિસ્તારમાં શિવશંકર નગરના એક મકાનની છતના પોપડા પડતા પિતા અને પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે કે માતા અને અન્ય પુત્રને ઇજાઓ પહોંચી છે.

અમદાવાદમાં ભાડાના જર્જરિત મકાનમાં રહેવાની જીદ એક પરિવારને ભારે પડી છે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં શિવશંકર નગરના એક મકાનની છતના પોપડા પડતા પિતા અને પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે કે માતા અને અન્ય પુત્રને ઇજાઓ પહોંચી છે. મંગળવારે મોડી રાત્રે અંદાજે 2-30 વાગ્યે આ દુર્ઘટના બની હતી. જેમાં પિતા-પુત્રએ જીવ ગુમાવવો પડ્યો છે.

આ પણ વાંચો-Gujarati Video : ડમી તરીકે SSC-HSC બોર્ડની પરીક્ષાઓ આપી ચૂક્યો છે મિલન, પ્રશ્નપત્ર દીઠ રૂપિયા 25 હજાર લેતો હોવાનો ખુલાસો

ઘરમાં મુકેશ ચૌહાણ તેમના પત્ની તેમજ બે પુત્રો સાથે સુતા હતા. આ દરમ્યાન અચાનક જ છત પરનો પોપડો નીચે પડ્યો અને તેની સાથે પંખો પણ નીચે પડ્યો. જેની હેઠળ પિતા મુકેશ ચૌહાણ અને પુત્ર અભય દબાઇ જતાં તેના મોત નિપજ્યા છે. જ્યારે કે માતા અર્ચના અને નાના પુત્ર દેવને ઇજાઓ પહોંચતા તેમને વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

મળતી માહિતી મુજબ આ મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં હતું. મકાનમાલિકે રિનોવેશન કરાવવાના હેતુથી પરિવારને ઘર ખાલી કરવા પણ જણાવ્યું હતું. પરંતુ પરિવારે ઘર ખાલી કરવા માટે મકાનમાલિક પાસે બે મહિનાનો સમય માગ્યો હતો. પણ તેઓ ઘર ખાલી કરે તે પહેલા જ આ દુર્ઘટના ઘટી અને પરિવારના બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…