AAPમાંથી હજુ બે ધારાસભ્યોની પડી શકે છે વિકેટ, ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી રાજીનામુ આપે તેવી શક્યતા- વીડિયો

|

Dec 13, 2023 | 11:52 PM

સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાંથી હજુ બે ધારાસભ્યોની વિકેટ પડી શકે છે. આપના બોટાદના ધાસાભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી રાજીનામુ આપે તેવી શક્યતા છે. જો કે આ બંને ધારાસભ્યોએ રાજીનામાની વાતને ફગાવી છે.

જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભાયાણીના રાજીનામા વચ્ચે આમ આદમી પાર્ટી માટે માઠા સમાચારા સામે આવ્યા છે. સૂત્રોની માનીએ તો, ગુજરાતમાં AAPને વધુ એક મોટો ઝટકો પડી શકે છે, AAPના વધુ 2 ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતાઓ છે. જેમાં બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી રાજીનામુ આપે તેવી શક્યતા છે.

અફવાઓના ગરમ બજાર વચ્ચે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર મેદાનામાં આવ્યા અને રાજીનામાની વાતને રદીયો આપ્યો. સાથે જ સુધીર વાઘાણીએ પણ રાજીનામાની વાતો ફગાવીને, પોતે આમ આદમી પાર્ટી સાથે જ હોવાનો દાવો કર્યો.

આ પણ વાંચો: જુનાગઢ: વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાથી આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં કેવી થશે રાજકીય અસર- વાંચો

આપના ચારેય ધારાસભ્યો મેરૂ પર્વતની જેમ અડીખમ છે. આ નિવેદન આપ્યું છે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ.એક તરફ ભાયાણીના કેસરિયા, તો બીજી તરફ આપના વધુ 2 ધારાસભ્યોના રાજીનામાની અટકળો વહેતી થતાં, આમ આદમી પાર્ટી બેકફૂટ પર આવી ગઇ છે. પ્રદેશ પ્રમુખનો દાવો છે કે હવે આપનો એકેય ધારાસભ્ય રાજીનામુ નહીં આપે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video