Gir Somnath : સમઢિયાળા ગામે રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા બે સિંહ, CCTVમાં કેદ થઇ ઘટના, જુઓ Video

Gir Somnath : સમઢિયાળા ગામે રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા બે સિંહ, CCTVમાં કેદ થઇ ઘટના, જુઓ Video

| Edited By: | Updated on: Jul 26, 2023 | 7:07 AM

ગીર સોમનાથના સમઢિયાળા ગામના રહેણાંક વિસ્તારમાં મોડી રાતે બે સિંહ ઘુસ્યા હતા. જે બાદ ગામના પાદરેથી ત્રણ ગાયોએ સિંહની પાછળ દોટ મૂકી હતી. તેથી બંને સિંહ ભાગી ગયા હતા.

Gir Somnath : ગીર સોમનાથના સમઢિયાળા ગામના રહેણાંક વિસ્તારમાં મોડી રાતે બે સિંહ (Lion) ઘુસ્યા હતા. જે બાદ ગામના પાદરેથી ત્રણ ગાયોએ સિંહની પાછળ દોટ મૂકી હતી. તેથી બંને સિંહ ભાગી ગયા હતા. ગામ પાસે આવેલા ઉના-ખાંભા હાઇવે સુધી ગાયો સિંહ પાછળ દોડી હતી. જો કે, બાદમાં બંને સિંહોએ એક ગાય પર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું.

આ પણ વાંચો Girsomnath : ઉના પાસેના નાના સમઢીયાળા ગામમાં એસટી સેવા શરુ, ગ્રામજનોએ ડ્રાઈવર કંડકટરને તિલક કરીને કર્યા વધામણા, જુઓ Video

સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. વીડિયોમાં જોઇ શકાય છે, મોડી રાતે બે સિંહ ગામમાં પ્રવેશ કરે છે, જે બાદ ત્રણ ગાયો તેમની પાછળ દોડે છે. જો કે ગામના લોકો પણ ઘટના બાદ એકત્ર થઇ ગયા હતા. ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો