Tv9 Exclusive Breaking: અમદાવાદ ઇસ્કોન પાસે કારના ગોઝારા અકસ્માતનો મામલો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટિમે આરોપી તથ્યને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન

Follow us on

Tv9 Exclusive Breaking: અમદાવાદ ઇસ્કોન પાસે કારના ગોઝારા અકસ્માતનો મામલો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટિમે આરોપી તથ્યને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન

| Edited By: | Updated on: Jul 20, 2023 | 9:29 PM

ઈસ્કોન ઘટનાને લઈને પોલીસે આરોપીઓને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટિમ આરોપી તથ્યને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.

Ahmedabad Crime: અમદાવાદના ઇસ્કોન ખાતે થયેલા અકસ્માતને કારણે પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી છે. આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. ઇસ્કોન અકસ્માતને લઈ પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી છે. આરોપી તથ્ય અને એના પિતા પ્રજ્ઞેશ પટેલને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં CMની સીધી નજર, અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ થશે તપાસ

સમગ્ર ઘટના કેવીરીતે બની હતી એનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટિમ સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું. ખરી રીતે બનાવ કેવીરીતે બન્યો હતો એને જાણવા રિકન્સ્ટ્રક્શન કરાય છે. પોલીસે આ સમગ્ર બાબતે પૂછતાછ સ્થળ પર જ કરી હતી.

આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં એક બાઇક ચાલક અકસ્માત સ્થળનો વીડિયો ઉતારી રહ્યો હતો તે સમયે ટોળા ઉપર જગુઆર કાર ચાલક ચઢી ગયો તે ઘટનાના LIVE દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં જગુઆર કાર ચાલક 180ની સ્પીડથી જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જગુઆર લોકો માટે કાળ બનીને આવી. કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવા આ અકસ્માતમાં બે પોલીસકર્મીઓ સહિત 9 લોકોનાં મોત થઈ ગયા. જેમાં મોટાભાગના યુવાનો હતા. અકસ્માત સમયે બ્રિજ પર અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો.

અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે. હવે ઘટના સ્થળે તથ્ય અને તેના પિતાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે.

(with input: Narendra Rathod, Ronak Varma)

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 20, 2023 08:34 PM