Rajkot ના લોકમેળામાં દુર્ઘટના સર્જાઇ, યુવક રાઈડસમાંથી પટકાયો, સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો

|

Aug 19, 2022 | 11:03 PM

રાજકોટના(Rajkot) લોકમેળામાં યુવક રાઇડસમાં પટકાયો છે. લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડ્સ એક યુવક માટે જોખમી સાબિત થઇ છે. જેમાં બ્રેક ડાન્સ રાઇડ્સમાં યુવક બરાબરનો પટકાયો હતો..રા

લોકમેળામાં રાઇડ્સની મજા ક્યાંક જોખમી ન બને  છે. રાઇડ્સમાં બેસતા પહેલા તમારી સુરક્ષા ધ્યાન રાખજો નહીં તો જીવનું જોખમ ઉભું થઇ શકે છે.આવો જ એક કિસ્સો રાજકોટના(Rajkot)  લોકમેળામાં સામે આવ્યો છે . જ્યાં લોકમેળામાં બ્રેક ડાન્સ રાઇડ્સ(Rides)  એક યુવક માટે જોખમી સાબિત થઇ છે. જેમાં બ્રેક ડાન્સ રાઇડ્સમાં યુવક બરાબરનો પટકાયો હતો..રાઇડ્સ દરમિયાન યુવક પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.હાલ યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, રાજ્યમાં અનેક જગ્યાએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટ શહેરમાં પણ પરંપરાગત મેળો યોજાતો હોય છે.  લોકમેળામાં હજારો લોકો તહેવારોની મજા માણવા ઉમટી પડ્યા છે અને મ્હાલી રહ્યા છે. આ મેળો 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે. લોકમેળાને લઈને પોલીસ કમિશનર દ્વારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુલ 18 પાર્કિંગ ઝોન રાખવામાં આવ્યા છે. આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ, PGVCL, મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે. આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

રાજકોટના આટકોટમાં જીવના જોખમે પણ લોકો મેળાની મજા માણવા માટે કોઝ વે પર પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થયા. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે કોઝવે પરથી ધસમસતા વેગે પાણી વહી રહ્યું છે. તેમ છતાં બાળકોથી માાંડીને વૃદ્ધો એમ સૌ કોઇ જોખમ ખેડી કોઝવેના પાણીમાંથી પસાર થઇ રહ્યા છે. મંદિરમાં જવા માટે બીજો રસ્તો હોવા છતાં લોકો પાંચવડાના રસ્તે કોઝવેના પાણીમાંથી પસાર થઇને મેળાના સ્થળે પહોંચ્યા. પરંતુ સવાલ એ છે કે જો કોઇ દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ? બીજો રસ્તો ઉપલબ્ધ હોવા છતાં લોકો શા માટે જીવના જોખમે કોઝવે પાર કરી રહ્યા છે ?

Published On - 10:43 pm, Fri, 19 August 22

Next Video