Gujarat rain : આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 17, 2023 | 6:34 PM

શહેરના ચાંદખેડા, જગતપુર, એરપોર્ટ, સાબરમતી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. તો નરોડા, કૃષ્ણનગર સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજ પણ બંધ કરાયો છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારના ગરનાળામાં પાણી ભરાતા નાના વાહનો અટવાયા છે.

Ahmedabad : આગાહી વચ્ચે અમદાવાદમાં ગઈકાલે રાતથી વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે આજે સવારથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ મૂશળધારમાં પરિવર્તિત થયો હતો અને તેના લીધે જે સ્થિતિ સર્જાઈ હતી તેમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વથી લઈને પશ્ચિમના વિસ્તારો જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આ પણ વાંચો Video : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટી થઇ શૂન્ય

શહેરના ચાંદખેડા, જગતપુર, એરપોર્ટ, સાબરમતી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. તો નરોડા, કૃષ્ણનગર સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજ પણ બંધ કરાયો છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારના ગરનાળામાં પાણી ભરાતા નાના વાહનો અટવાયા છે. ભારે વરસાદને પગલે રિવરફ્રન્ટ પર રસ્તામાં પાણી ભરાયા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 17, 2023 06:34 PM