આજનું હવામાન : રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના, જાણો તમારા જિલ્લાનું તાપમાન, જુઓ વીડિયો

|

Mar 13, 2024 | 10:02 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ, ભરુચ, બોટાદ, જામનગર, નવસારી, પોરબંદર,સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ, ભરુચ, બોટાદ, જામનગર, નવસારી, પોરબંદર,સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. છોટાઉદેપુર, ડાંગ,મહેસાણા, પંચમહાલ,પાટણ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

અમરેલી, આણંદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ખેડા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ સુરતમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.સાબરકાંઠા, બનાસકાંઠા,દાહોદ,જુનાગઢ,મહીસાગર, સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ,ગાંધીનગર, મોરબી,પંચમહાલ,સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,ભાવનગર,છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video