આજનું હવામાન : રાજ્યમાં માવઠાની આગાહી, ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા, જુઓ વીડિયો

|

Mar 07, 2024 | 10:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. જ્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ આવનારા પાંચ દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી નથી. આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે.

તેમજ મહત્તમ તાપમાન પણ ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી વધે તેવી સંભાવના છે. ઉત્તર અને દક્ષિણના દરિયાકાંઠા વિસ્તારમાં 15-20 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જ્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8 થી 11 માર્ચ સુધી વાતાવરણનો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ 18 થી 20 માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,વડોદરા, ભાવનગર, પોરબંદર, પાલનપુર સહિતના વિસ્તારમાં 27 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજકોટ, ભૂજ સહિતના વિસ્તારમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. સુરતમાં 29 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.વસાડમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video