આજનું હવામાન : પવનની દિશા બદલાતા કેટલાક જિલ્લાઓમાં કડકડતી ઠંડી પડવાની આગાહી, જુઓ વીડિયો

|

Feb 23, 2024 | 10:16 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધે તેવી સંભાવના છે. તેમજ આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધે તેવી સંભાવના છે. તેમજ આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, ખેડા, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, ડાંગ, મહીસાગર, મહેસાણા,પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video