Gujarat Video : ભક્તિના રંગમાં રંગાયુ અંબાજી, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ

| Edited By: | Updated on: Feb 13, 2023 | 7:42 AM

16 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં ગબ્બર તળેટી ખાતે મહાશક્તિ યજ્ઞ, ચામર યાત્રા, જ્યોત યાત્રા સહિત ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

અંબાજીમાં ગબ્બર તળેટી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે પરિક્રમાનો બીજો દિવસ છે, ત્યારે હજારો માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા ઉમટશે. મહત્વનું છે કે રાજ્યના કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 16 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં ગબ્બર તળેટી ખાતે મહાશક્તિ યજ્ઞ, ચામર યાત્રા, જ્યોત યાત્રા સહિત ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

શક્તિ પીઠ પર ચામર યાત્રાનું શું છે મહત્વ ?

તો આ તરફ જય ભોલે ગ્રૃપના દીપેશભાઈ બી પટેલ અને અન્ય સભ્યો માં અંબાના ચરણમાં ચામર અર્પણ કરીને 51 શક્તિ પીઠ પર ચામર યાત્રા કરશે. શિવમહાપુરાણમાં દર્શાવ્યા અનુસાર સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા, ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી.

તો આ મહોત્સવમાં આવતા માતાજીના ભક્તો માટે ST બસની ટિકિટમાં 50 ટકા રાહત આપવામાં આવી છે. ગબ્બર તળેટીની આસપાસ 2.5 કિલોમીટરના પરિક્રમા રૂટમાં 51 શક્તિપીઠના દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. વિશ્વમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક જ સ્થળે દર્શનની સુવિધા ઉપલબ્ધ છે.

Published on: Feb 13, 2023 07:32 AM