Sabarkantha: હરણાવ ડેમમાંથી 5 હજાર ક્યુસેક પાણી છોડાયુ, ખેડબ્રહ્મા અને વિજયનગરના 10 ગામને કરાયા એલર્ટ

|

Aug 16, 2022 | 12:23 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં નદી-નાળા છલકાયા છે. હરણાવ ડેમમાં (Harnav Dam) 5 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા હરણાવ નદીમાં પાણી છોડાયું છે.

ગુજરાતમાં (Gujarat) વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર થવાથી ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સારા વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં નદી-નાળા છલકાયા છે. હરણાવ ડેમમાં (Harnav Dam) 5 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા હરણાવ નદીમાં પાણી છોડાયું છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વરસાદને પગલે સાબરકાંઠામાં જન-જીવન પ્રભાવિત થયુ છે.

10 ગામને એલર્ટ કરાયા

સાબરકાંઠા જિલ્લામાં સવારે 06 કલાકથી 10.00 કલાક સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો વડાલીમાં દોઢ ઈચ, ઇડરમાં એક ઈંચ, હિંમતનગરમાં એક ઈચ, પ્રાંતિજમાં એક ઈંચ, તલોદમાં અડધો ઈંચ, વિજયનગરમાં 01 mm વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને હરણાવ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. હરણાવ જળાશયમાં 5 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા હરણાવ નદીમાં પાણી છોડાયું છે. જેના કારણે ખેડબ્રહ્મા અને વિજયનગરના નદીકાંઠાના 10 ગામોને એલર્ટ કરાયા. જેમાં વિજયનગરના અભાપુર, આંતરસુબા, મતોલ અને બંધના એમ 4 ગામને સાવચેત કરાયા છે. જ્યારે કે ખેડબ્રહ્માના સિલવાડ, વાઘાકંપા, સધરાકંપા, વીરપુર, આંતરી અને ડેમાઇ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

બીજી તરફ સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ થતા વાહનચાલકો પરેશાન થયા છે. વરસાદી પાણી ભરાવાથી મોતીપુરાથી સાબરડેરી વચ્ચે ટ્રાફિક જામ થયો હતો. રોડ પર ઠેર ઠેર ડાયવર્ઝન અને વનવે રોડની સમસ્યાને લઈ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

Next Video