ફરી વરસાદી માહોલ : 160થી વધુ તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ‘ભારે’

ચોમાસાની (Monsoon ) શરૂઆતથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ થઈ ચૂક્યો છે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 89 ટકા વરસાદ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 9:31 AM

ગુજરાતમાં ફરી વરસાદી (Gujarat rain) માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર (Rain) જોવા મળી રહી છે.છેલ્લા 24 કલાકમાં 160થી વધુ તાલકામાં વરસાદ વરસ્યો છે.જેમાં સુરતના (Surat) પલસાણામાં ખાબક્યો પોણા 9 ઈંચ વરસાદ થયો છે.તો તાપીના વ્યારામાં 8 ઈંચ, ડોલવણમાં 7 ઈંચ ,સુરતના બારડોલીમાં 7, તાપીના સોનગઢમાં 6 ઈંચ, અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઈંચ વરસાદ થયો છે.ઉપરાંત દક્ષિણ ગુજરાતના (South Gujarat) મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.હાલ અરવલ્લી, બનાસકાંઠા,(Banaskantha)  સાબરકાંઠામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

રાજ્યમાં સરેરાશ 89 ટકા વરસાદ થયો

ચોમાસાની (Monsoon ) શરૂઆતથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ થઈ ચૂક્યો છે.અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 89 ટકા વરસાદ થયો છે.જેમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 140 ટકા, દક્ષિણ ગુજરાતમાં 100 ટકા વરસાદ,સૌરાષ્ટ્રમાં 82 ટકા અને ઉત્તર ગુજરાતમાં (north gujarat)  79 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય

રાજ્યમાં (Gujarat) ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર થવાથી રાજ્યમાં ભારે વરસાદની  (Rain) આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનું (IMD) માનીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain)  પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા,મહેસાણામાં (mehsana) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તેમજ સુરત,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઆપવામાં આવી છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">