Rajkot : વ્યાજખોરો સામે પોલીસનો સપાટો, શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 3 વ્યાજખોરોની ધરપકડ

| Edited By: | Updated on: Jan 21, 2023 | 12:24 PM

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસે ઝુંબેશ ચલાવી છે, ત્યારે રાજકોટ પોલીસે વધુ 3 વ્યાજખોરોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 3 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના ભૂણાવાના ખેડૂતોની ફરિયાદને આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. એક ખેડૂતે 2015 માં ત્રણ વ્યાજખોરો પાસેથી ધંધા માટે લીધા હતા રૂપિયા. પાંચ ટકાના માસિક વ્યાજે રૂપિયા 50 લાખ લીધા.  જેમાં 50 લાખની સામે વ્યાજખોરોએ 1.37 કરોડ પડાવી લીધા. 1.37 કરોડ પડાવી લીધા હોવા છતાં વધુ રૂપિયા માગતા હોવાનુ પણ પિડીતે જણાવ્યુ છે. વધુ પૈસા ન આપતા જમીન પડાવી લેવા આપતા હતા ધમકી. તો 4 એકર જમીનનો દસ્તાવેજ પણ કરાવી લીધો હોવાનો આક્ષેપ છે.

હર્ષ સંઘવીના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસની ઝુંબેશ

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આદેશ બાદ વ્યાજખોરો સામે પોલીસે ઝુંબેશ ચલાવી છે, ત્યારે સુરત પોલીસે વધુ આઠ વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. 8 જેટલા વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ, નડીયાદ અને વડોદરાની જેલમાં મોકલાયા છે. મહત્વનું છે કે પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસ્યો છે..અને કાર્યવાહી કરી રહી છે. છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાંથી 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Published on: Jan 21, 2023 11:52 AM