Gujarati : ખેડા જિલ્લાના ઠાસરામાં પાણીપુરીમાં ગયા પિતા પૂત્રના પ્રાણ, અન્ય એકનું પણ મોત

| Edited By: | Updated on: May 17, 2023 | 9:33 AM

Kheda News : ઠાસરા તાલુકાના કંથારીયા-રાણીયા રોડ પર નવાકુવા ગામ પાસે બે મોટર સાયકલ સમી સાંજે સામ સામે અથડાતા એક બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.

ગુજરાતમાં અકસ્માતોની (Accident) સંખ્યા દિવસે દિવસે વધતી જઇ રહી છે. ત્યારે ખેડા (Kheda) જિલ્લામાં પણ અકસ્માતમાં ત્રણ લોકોને કાળ ભરખી ગયો છે. ખેડા જિલ્લાના ઠાસરાના કંથરાઈ નવાકુવા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા-પુત્ર સહિત ત્રણના મોત થયા છે. બે બાઇક વચ્ચે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો-Ahmedabad : રેકોર્ડબ્રેક ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યુ, એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા

ઠાસરા તાલુકાના કંથારીયા-રાણીયા રોડ પર નવાકુવા ગામ પાસે બે મોટર સાયકલ સમી સાંજે સામ સામે અથડાતા એક બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં પિતા અને પુત્રનું મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. નવાકુવાથી પાણીપુરી ખાવા નીકળેલા પિતા પુત્રને કાળ ભરખી ગયો હતો. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેવામાં આવ્યો છે.

અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. જ્યારે ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકોની ઓળખ કરી તેના પરિવારજનોને મૃતદેહ સોંપ્યો છે.

ખેડા જિલ્લા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…