બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રૂ.71 લાખની ચોરી, જુઓ CCTV Video

| Edited By: | Updated on: Aug 21, 2023 | 11:17 PM

જમીન ખરીદી માટે રાખેલા રોકડ રકમ લઈને તસ્કરો ફરાર થયા હતા. દુકાન માલિકે CCTVના આધારે અજાણ્યા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Banaskantha : બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં ચોરીની (Theft) ઘટના બની હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વાવના ટડાવ ગામે એગ્રોની દુકાનમાં રોકડ અને દાગીના સહિત રૂ.71 લાખની ચોરી થઈ હતી. જે ચોરીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

આ પણ વાંચો બનાસકાંઠા થરાદમાં જીવના જોખમે ખાનગી વાહનમાં મુસાફરી, મોતને આમંત્રણ આપતા દ્રશ્યો, જુઓ Video

ઉલ્લેખનીય છે કે 60 લાખ રોકડ અને 205 ગ્રામ સોનાના દાગીના સહિત રૂ.71 લાખની ચોરી થઈ હતી. જમીન ખરીદી માટે રાખેલા રોકડ રકમ લઈને તસ્કરો ફરાર થયા હતા. દુકાન માલિકે CCTVના આધારે અજાણ્યા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને માવસરી પોલીસે ગુનો નોંધી તસ્કોરોની શોધખોળ હાથ ધરી છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો