એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને ફસાવવા કર્યું આવું કારસ્તાન, આવ્યો પોલીસના સાણસામાં

|

Jul 30, 2022 | 11:54 PM

એક તરફી પ્રેમમાં પાગલ અમદાવાદના ઈસનપુર વિસ્તારના યુવાને યુવતીને ફેક આઈડીથી પરેશાન કરતા સાયબર ક્રાઇમમાં (Cyber crime) ફરિયાદ નોંધાઈ હતી. એન્જિનિયર યુવકે યુવતીને અશ્વલીલ મેસેજો કર્યાં હતા.

એક તરફી પ્રેમમાં પાગલ  અમદાવાદના ઈસનપુર વિસ્તારના યુવાને યુવતીને ફેક આઈડીથી પરેશાન કરતા સાયબર ક્રાઇમમાં (Cyber crime) ફરિયાદ નોંધાઈ હતી. એન્જિનિયર યુવકે યુવતીને અશ્વલીલ મેસેજો કર્યાં હતા. આ અંગે પોલીસે (Police) કાર્યવાહી કરતા યુવકની ધકપકડ કરી હતી. પોલીસની કસ્ટડીમાં રહેલો યુવક જશ વર્મા કમ્પ્યૂટર એન્જિનિયર (Computer Engineer) છે. જેણે પ્રેમમાં પાગલ થઈને પ્રેમિકા સાથે વાત કરવા સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો કર્યો હતો. સાયબર ક્રાઈમે આરોપી જશ વર્માનો મોબાઈલ જપ્ત કરીને FSLની મદદથી તપાસ શરૂ છે. આ ઉપરાંત આરોપીએ અન્ય કોઈ યુવતીને અશ્લીલ મેસેજ કર્યા હતા કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી.

યુવતી સાથેના ફોટો કર્યા વાયરલ

ઘટના કંઈક એવી છે કે ઈસનપુરમાં રહેતો જશ વર્મા આ વિસ્તામાં રહેતી એક યુવતીના પરિચયમાં આવ્યો હતો. બન્ને મિત્ર બન્યા અને સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ કરી હતી. જશ આ યુવતીના એક તરફી પ્રેમમાં પડતા યુવતીએ જશ સાથે વાત કરવાની બંધ કરી દીધી. જેથી પ્રેમિકાને પામવા અને તેની સાથે વાતચીત કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં 4 ફેક એકાઉન્ટ બનાવ્યા અને યુવતીને પરેશાન કરવાનું શરૂ કર્યું. સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ એનાલિસીસ કરીને આરોપીને ઝડપી લીધો હતો.

21 વર્ષનો જશ વર્મા કોમ્પ્યુટર એન્જીનીયરિગમાં બીઈ થયેલો છે, પરંતુ એક તરફી પ્રેમમાં જશ સાયબર ક્રિમિનલ બની ગયો . યુવતીએ જશ સાથે વાતચીત બંધ કરી દેતા જશએ યુવતીને અશ્લીલ મેસેજની સાથે બન્નેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યાં હતા, એટલું જ નહીં યુવતીના ભાઈને પણ બીભત્સ મેસેજ કરતો હતો. સાયબર ક્રાઈમની ટીમે જશની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેના જુદા જુદા નામના 4 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા છે. જેથી સાયબર ક્રાઇમે આ એકાઉન્ટ બ્લોક કરાવીને વધુ તપાસ શરૂ કરી હતી.

Next Video