Bharuch: ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી સ્થિર, નર્મદા નદીનું જળસ્તર 19.20 ફૂટે થયું સ્થિર

|

Sep 19, 2022 | 8:15 PM

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી હાલ સ્થિર જોવા મળી રહિ છે.

Bharuch: રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી હાલ સ્થિર જોવા મળી રહિ છે. નર્મદા નદીનું જળસ્તર 19.20 ફૂટે સ્થિર થયું છે. નર્મદા નદીમાં 2.14 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. નર્મદા નદીનું જળસ્તર સ્થિર થતા હાલ પૂરનું સંકટ નથી.

SOGએ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

SOGએ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 100 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રેલવે સ્ટેશને ઝડપાયેલા પેડલરના સહારે મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી હતી. પેડલરની મદદથી પોલીસે મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડ્યો છે.

 

Next Video