Ahmedabad: શ્રાવણમાં ફરાળી વાનગીના લીધેલા નમૂનાનો રિપોર્ટ જાહેર, જાણો શું સત્ય બહાર આવ્યુ

|

Sep 09, 2022 | 1:22 PM

અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) એવા વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી કે જેઓ ફરાળી વસ્તુઓમાં પણ ભેળસેળ કરે છે. ઘણા એવા વેપારીઓ હોય છે જે ફરાળીના નામે લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.

શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે અને ફરાળી વાનગી આરોગતા હોય છે. ત્યારે ફરાળી વાનગી આરોગતા આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Department of Food and Drugs) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ફરાળી પેટિસ વેચતા એકમોમાં તવાઇ બોલાવવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ દુકાનોમાંથી કુલ 213 નમુના લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં શ્રાવણમાં ફરાળી વાનગી સહિતના લીધેલા નમૂનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. શ્રાવણ (Shravan) મહિનો પૂરો થયા બાદ AMCએ રિપોર્ટ જાહેર કર્યો છે.

લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા

પવિત્ર શ્રાવણ માસમાં કમાણીની લ્હાયમાં વેપારીઓ ફરાળીમાં પણ ભેળસેળ કરતા અચકાતા નથી. અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગે એવા વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી કે જેઓ ફરાળી વસ્તુઓમાં પણ ભેળસેળ કરે છે. ઘણા એવા વેપારીઓ હોય છે જે ફરાળીના નામે લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. આવા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી. ફરાળી પેટીસ અને અલગ-અલગ ફરાળી વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવવા વિવિધ દુકાનોમાં ચેકિંગ કરાયું હતુ. અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગે આવા શંકાસ્પદ લાગતા 24 નમૂના લીધા હતા, જેનો આજે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

213 નમુના પૈકી 24 અખાદ્ય નીકળ્યા

અપ્રમાણિત સાબિત થયેલા 24 નમૂનામાંથી 14 ફરાળી વાનગીના નીકળ્યા છે. 24 ખાદ્ય પદાર્થના નમૂના અપ્રમાણિત હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે. ફરાળી વાનગી ખાવાલાયક ન હતી તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે. ફરાળી વાનગીના ઉપયોગમાં લેવાતું તેલ હાનિકારક હોવાનું રિપોર્ટમાં ખુલ્યુ છે. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં 213 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર ગાંઠીયા અને દાસ સુરતી ખમણના નમૂના લેવામાં આવ્યા હતા.

Next Video