ખેડૂતો આનંદો ! લાભ પાંચમથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

|

Oct 25, 2022 | 2:36 PM

કેન્દ્ર સરકાર (Central government) દ્વારા પણ થોડા દિવસ પહેલા જ ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી હતી અને જે રીતે ટેકાના ભાવમાં વધારો થયો છે તેના કારણે ખેડૂતોને લાભ થશે તેવુ રાજ્ય સરકારનું માનવુ છે.

રાજયના ખેડૂતો (Farmers)  માટે ખુશીના સમાચાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવની (MSP) ખરીદી લાભ પાંચમથી શરુ થઇ જશે. ખાસ કરીને મગફળી (groundnut), મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થઇ જશે. કેન્દ્ર સરકાર (Central government) દ્વારા પણ થોડા દિવસ પહેલા જ ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી હતી અને જે રીતે ટેકાના ભાવમાં વધારો થયો છે તેના કારણે ખેડૂતોને લાભ થશે તેવુ રાજ્ય સરકારનું માનવુ છે. દર વર્ષની જેમાં લાભ પાંચમથી ટેકાના ભાવથી રાજ્ય સરકાર ખરીદી શરુ કરી દેશે.

રાજ્ય સરકાર દ્વારા લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. લાંભ પાંચમથી 90 દિવસની અંદર ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. લાભ પાંચમથી જ 50 સેન્ટર પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી 5850 રૂપિયા પ્રતિ ક્વિંટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મગફળીની ખરીદી માટે 62 હજાર ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

થોડા દિવસ પહેલા મોદી કેબિનેટે ઘઉં (Wheat) સહિતના રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે 2022-23 માટે રવિ પાક માટે MSP નક્કી કરી છે. ઘઉંના MSPમાં 110 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા. હવે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. એ જ રીતે જવના MSPમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જવની MSP 1735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

ચણાના MSPમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેનો લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા 5335 ક્વિન્ટલ થઈ ગયો છે. જ્યારે, મસૂરની લઘુત્તમ ટેકાના ભાવમાં 500 થી 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પાકેલા સરસવના MSPમાં 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Next Video