Panchmahal : બનાવટી દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો LCBએ કર્યો પર્દાફાશ, એક શખ્શની ધરપકડ

|

Sep 26, 2022 | 9:00 AM

હાલ સમગ્ર મામલે ગોધરા પોલીસે (Godhra police) આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલમાં (Panchmahal) બનાવટી રબ્બર સ્ટેમ્પ અને દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો (Scam) પર્દાફાશ થયો છે. ગોધરા LCBએ 50થી વધુ બનાવટી રબ્બર સ્ટેમ્પ અને દસ્તાવેજો સાથે એક આરોપીને ઝડપી લીધો છે. આરોપી પાસેથી ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Gujarat Engineering Research Institute) અને અનેક જિલ્લાના માર્ગ મકાન વિભાગના બનાવટી રબ્બર સ્ટેમ્પ અને દસ્તાવેજો મળી આવ્યા છે. બનાવટી રબ્બર સ્ટેમ્પ અને દસ્તાવેજોનો માર્ગ-મકાન વિભાગના કોન્ટ્રાક્ટરોએ ઉપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મામલે ગોધરા પોલીસે (Godhra police) આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દસ્તાવેજોના કાળા કૌભાંડીઓ પર પોલીસની બાજ નજર

ગુજરાત માંથી (Gujarat) આ પહેલા એક બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું હતુ,જે નકલી ડીગ્રી સર્ટિફિકેટ વેચવાના રાજ્ય વ્યાપી કૌભાંડનો ગાંધીનગર (Gandhinagar) પોલીસે પર્દાફાશ કર્યો હતો.મહત્વનું છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી પોલીસે અલગ-અલગ યુનિવર્સિટીની 50 થી વધુ ડીગ્રીઓ સાથે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આ આરોપીઓઓ નકલી ડીગ્રીઓ બનાવીને વિદ્યાર્થીઓને લાખો રૂપિયામાં વેચવા હતા.ગાંધીનગર સેક્ટર 21 પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

Next Video