માછીમારોને દિવાળી ફળી, નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદવાની વર્ષો જૂની માગ સરકારે સ્વીકારી

|

Oct 21, 2022 | 10:41 PM

Porbandar: માછીમારોની દિવાળી ફળી છે. માછીમારોની વર્ષો જૂની માગ સરકારે સ્વીકારતા ખારવા સમાજમાં ખુશી ફેલાઈ છે. માછીમારોની વર્ષો જૂની માગ નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદવાની માગ સરકારે સ્વીકારી છે.

પોરબંદર (Porbandar) ના માછીમારોની આખરે દિવાળી ફળી છે. હજારો માછીમારો અને તેમનું જીવન નૌકાઓ પર નભે છે. જો કે આ માછીમારો (Fishermen)ની કેટલીક સમસ્યા વર્ષો સુધી ઉકેલાતી ન હતી. જો કે આ દિવાળી તેમના માટે ખુશી લઈને આવી છે. કેમકે સરકારે વિધાનસભા ચૂંટણી (Assembly Election) પહેલા જ તેમની અનેક માગો સ્વીકારી લીધી છે. જેમાંની એક માગ એટલે અત્યાર સુધી એક જ પંપ પરથી માછીમારો ડીઝલ ખરીદતા હતા, પરંતુ હવે માછીમારો મંડળી નિશ્ચિત સાત પંપ પરથી ડીઝલ ખરીદી શકશે. સાથે નાની હોડીના મશીન માટેની સબસિડીની માગ સરકારે સ્વીકારી છે. અગાઉ વેરાવળ ખાતે મંત્રી જીતુ ચૌધરીએ 36 કરોડના ખર્ચે માપલા વાળી વિસ્તારના અપગ્રેડેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા હતા. જો કે માછીમારોની મુખ્ય માગો સરકારે સ્વીકારતા ગુજરાતના માછીમાર સમાજના અગ્રણીએ ખુશી વ્યક્ત કરી છે.

આ અંગે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે જણાવ્યુ કે તેમની વર્ષો જૂની OBM મશીનની માગ સ્વીકારી લેવામાં આવી છે. વર્ષ 2016-17ની OBM મશીનની સબસિડીની માગ સ્વીકારી લેવામાં આવી છે. આ સબસિડીની રકમ પણ દરેક માછીમારના ખાતામાં આવી જશે તેમ જણાવવામાં આવ્યુ છે. જો કે પેટ્રોલ-ડીઝલનો ક્વોટા અન્ય રાજ્યની સરખામણીએ સરકાર કરી આપે તેવી માછીમારોની મુખ્ય માગ હજુ પણ યથાવત છે.

10થી વધુ માગો સાથે માછીમારો લડત ચલાવી રહ્યા હતા, જો કે તે પૈકીની ઘણીખરી માગોનો ઉકેલ આવ્યો છે. એ જોતા માછીમારોને આશા છે કે બાકીની માગો પણ આવનારા સમયમાં સરકાર સ્વીકારશે તો તેમની રોજીરોટીમાં વધુ બરકત આવશે.

Next Video