વિકાસને વેગ : રાજકોટ મનપાના ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યપ્રધાન કોર્પોરેટરો સાથે કરશે બેઠક

|

May 13, 2022 | 2:38 PM

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટ (Rajkot) જિલ્લાની એક દિવસીય મુલાકાતે છે, આ અંતર્ગત તેઓ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Rajkot News : રાજકોટ મનપાના (Rajkot Municipal Corporation) ઇતિહાસમાં પ્રથમવાર CMની કોર્પોરેટરો સાથે બેઠક કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  ભાજપના કોર્પોરેટરો, વોર્ડ સંગઠન હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક કરશે.જેમાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસના કામોની સમીક્ષા કરશે.ઉલ્લેખનીય છે કે, અગાઉ શિક્ષણપ્રધાન પણ રાજકોટ મનપાના હોદ્દેદારો સાથે બેઠક કરી ચૂક્યા છે.

અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાની એક દિવસીય મુલાકાતે છે. આ અંતર્ગત તેઓ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.
શહેરમાં રામપરા બેટી ખાતે નિર્માણ કરાયેલા 65 મકાનોના લોકાર્પણની સાથે 40-40 મીટરના 300 પ્લોટની સનદનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતુ. તેમજ 65 મકાનોના લાભાર્થીઓને ઉજવ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન પણ અપાશે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર ડૉ. પ્રદીપ ડવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

મનપાના ઇતિહાસમાં પ્રથમવાર CMની કોર્પોરેટરો સાથે બેઠક

ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા કલેકટર અને CMOને લેખિતમાં CM પટેલ સાથે મુલાકાતને લઈને જાણ કરવામાં આવી છે. ઉપરાંત આજે 3:30 વાગ્યે મુખ્યમંત્રીએ વિરોધપક્ષને બેઠક માટે સમય આપ્યો છે.તમને જણાવવું રહ્યું કે,રાજકોટ મનપાના ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યપ્રધાનની કોર્પોરેટરો સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.

Published On - 12:56 pm, Fri, 13 May 22

Next Video