દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો

|

Jun 14, 2024 | 7:57 PM

સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે, 'અમે હવે કલેક્ટર ઓફિસે જઈશું. બધી જ કીટલીઓ હવે શાંત થઇ જવાની છે અને ચા કરતાં વધારે કિટલીઓ ગરમ નહીં જ ચાલે.'

સારસામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે, ‘અમે હવે કલેક્ટર ઓફિસે જઈશું. બધી જ કિટલીઓ હવે શાંત થઇ જવાની છે અને ચા કરતાં વધારે કિટલીઓ ગરમ નહીં જ ચાલે.’ જો કે, આ કાર્યક્રમ પૂર્ણ કર્યાં બાદ તેઓ અચાનક ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી શુક્રવારે સવારે ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા.આ સાથે આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે પહોચી ગયા હતા. તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી કરી હતી.

 

 

 

 

 

 

Published On - 7:46 pm, Fri, 14 June 24

Next Video