RAJKOT : રાજવી પરિવારનો જમીન વિવાદનો કેસ ફરી ચાલશે, પ્રાંત અધિકારીએ આપ્યો આદેશ

|

Jan 02, 2022 | 3:12 PM

અંબાલિકા દેવીએ વડિલોપાર્જીત મિલકતનો વહીવટ માંધાતાસિંહ પોતાની રીતે કરતા હોવાનો આરોપ લગાવ્યો છે અને અને મિલકત પર દાવો કર્યો છે.

હક જતો કરવા મુદ્દે માંધાતાસિંહ અને બહેન અંબાલિકા દેવી વચ્ચે અણબનાવ છે.

RAJKOT : રાજકોટના રાજવી પરિવારના જમીન કેસને ફરી ચલાવવા આદેશ અપાયો છે. પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ કેસ અંગે આપ્યો આદેશ. અબજોની સંપત્તિના પારિવારિક ઝગડા અને વારસાઈ નોંધ મામલે ફરી કેસ ચાલશે. ઉલ્લેખનીય છે કે, રાજવી પરિવારમાં વારસાઈ નોંધ અંગે વિવાદ ચાલી રહ્યો છે. હક જતો કરવા મુદ્દે માંધાતાસિંહ અને બહેન અંબાલિકા દેવી વચ્ચે અણબનાવ છે. અંબાલિકા દેવીએ વડિલોપાર્જીત મિલકતનો વહીવટ માંધાતાસિંહ પોતાની રીતે કરતા હોવાનો આરોપ લગાવ્યો છે અને અને મિલકત પર દાવો કર્યો છે.

રાજકોટના રાજવી પરિવાર પાસે 20 હજાર કરોડ રૂપિયાની મિલકતો છે.જેમાં 500 કરોડનો રણજીત વિલાસ પેલેસ અને 400 કરોડની લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી છે.આ ઉપરાંત જ્યુબિલી ચોકનું દેના બેંક હાઉસ, સરધારનો દરબારગઢ, બગીચો, જૂનો દરબારગઢ, રાંદરડા લેક ફાર્મ છે.તો પિંજારાવાડીની 6 એકર જમીન, કુવાડવા રોડ પરની 1214 ચોરસ મીટર જમીન અને 3 હજાર કરોડની માધાપર વીડીની 658 એકર જમીન સામેલ છે.

મુંબઈમાં નરેન્દ્ર ભુવનમાં 11 ફ્લેટ અને જામનગર રોડ પરનું રેલવે ગોડાઉન સામેલ છે.તો ભોમેશ્વર મહાદેવ મંદિર અને આસપાસની 12 એકર જમીન, શ્રી આશાપુરા મંદિર અને ટ્રસ્ટ અને જમીન સામેલ છે.આ ઉપરાંત શ્રી લાખાજીરાજ ડેરી ફાર્મની 9.26 ગુંઠા જમીન વડીલોપાર્જિત હીરા, ઝવેરાત અને આભૂષણો, ચાંદીની બગીઓ, 10 વિન્ટેજ કાર, એન્ટિક ફર્નિચર અને હથિયારો સામેલ છે.

આ પણ વાંચો : RAJKOT : ATCની મંજૂરી વગર સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેકઓફ થઇ, પાયલોટ વિરુદ્ધ કાર્યવાહી

આ પણ વાંચો : Corona: ગુજરાતમાં આગામી 30 દિવસમાં સ્થિતિ વધુ ચિંતાજનક થશે, AHNAએ આપી ચેતવણી

Next Video