RAJKOT : ATCની મંજૂરી વગર સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેકઓફ થઇ, પાયલોટ વિરુદ્ધ કાર્યવાહી

RAJKOT : ATCની મંજૂરી વગર સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેકઓફ થઇ, પાયલોટ વિરુદ્ધ કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 2:52 PM

RAJKOT NEWS : 30 ડિસેમ્બરના રોજ દિલ્લીથી આવેલી ફલાઇટ નંબર SG 3703એ એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) ની મંજૂરી વગર ટેકઓફ કરી હતી અને બાદમાં ફલાઇટે દિલ્લી ઉડાન પણ ભરી લીધી હતી.

પાયલોટને તાત્કાલિક અસરથી ઓફ ડ્યૂટી કરી દેવામાં આવ્યો છે.જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યો છે.

RAJKOT : રાજકોટ વિમાનમથક પર સ્પાઇસ જેટના પાયલોટની બેદરકારી સામે આવી છે. 30 ડિસેમ્બરના રોજ દિલ્લીથી આવેલી ફલાઇટ નંબર SG 3703એ એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) ની મંજૂરી વગર ટેકઓફ કરી હતી અને બાદમાં ફલાઇટે દિલ્લી ઉડાન પણ ભરી લીધી હતી.

રાજકોટ ATSએ સ્પાઇસ જેટના પાયલોટને ATCની મંજૂરી વિશે પૂછ્યુ ત્યારે પાયલોટે પોતાની ભૂલ સ્વીકારી હતી.જેને લઇને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પાયલોટને તાત્કાલિક અસરથી ઓફ ડ્યૂટી કરી દેવામાં આવ્યો છે.જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યો છે.

શું છે નિયમ ?
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના નિયમ પ્રમાણે કોઇપણ એરપોર્ટ પર ફલાઇટને ટેકઓફ કરતા પહેલા એર ટ્રાફિક કન્ટ્રોલરની પરવાનગી લેવી ફરજીયાત છે.ભલે કોઇ બીજી ફલાઇટ ન હોય અને રન વે ખાલી હોય તો પણ એટીસીની પરવાનગી લેવી ફરજીયાત છે જો કે આ પાયલોટે બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે અને પ્રોટોકોલનો ભંગ કર્યો છે.

આ પણ વાંચો : SURAT : વિદ્યાર્થીઓને વેક્સિન આપવાના કેસમાં જે શાળા બેદરકારી બતાવશે તેને તાત્કાલિક અસરથી બંધ કરાશે

આ પણ વાંચો : તરુણોને કોરોના વેક્સિન આપવા સુરત તંત્રએ કમર કસી, 6 દિવસમાં જ લાખો વિદ્યાર્થીઓને રસી આપવાનો આ પ્લાન

g clip-path="url(#clip0_868_265)">