ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવાઈ, વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ

|

Mar 24, 2024 | 10:04 PM

પાલજ ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ છે. જૂની પરંપરા મુજબ ગામમાં 200 ટન લાકડાની મદદથી 35 ફૂટ ઊંચી હોળીને પ્રગટાવવામાં આવે છે. તો અંગારા પર ચાલવાની પ્રથા આજે પણ લોકોએ જાળવી રાખી છે. હોળીના 15 દિવસ પહેલેથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

હોળીના પર્વને લઈને રાજ્યમાં ઠેર ઠેર હોલિકાદહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યની સૌથી મોટી હોળી ગાંધીનગરના પાલજમાં પ્રગટાવવામાં આવી હતી. પાલજમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે હોલિકાદહન કરવામાં આવ્યું હતું. ત્યારે હજારો લોકો હોલિકાદહન માટે ઉમટી પડ્યા હતા અને હોળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પાલજ ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ છે. જૂની પરંપરા મુજબ ગામમાં 200 ટન લાકડાની મદદથી 35 ફૂટ ઊંચી હોળીને પ્રગટાવવામાં આવે છે. તો અંગારા પર ચાલવાની પ્રથા આજે પણ લોકોએ જાળવી રાખી છે. હોળીના 15 દિવસ પહેલેથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

Published On - 10:02 pm, Sun, 24 March 24

Next Video