Bhavnagar: આ સરકારી ભવનની મુલાકાતમાં જીવનું જોખમ! જુઓ શું છે બિલ્ડીંગની સ્થિતિ

|

Dec 16, 2021 | 4:39 PM

Bhavnagar: ભાવનગર શહેરની મધ્યમાં આવેલ બહુમાળી ભવનમાં અનેક જગ્યાએ છતમાંથી ગાબડા પડી રહ્યા છે, બિલ્ડીંગની હાલત જર્જરિત જોવા મળી રહી છે.

Bhavnagar: વિકાસ અને આધુનિકરણની વાતો વચ્ચે ભાવનગર શહેરમાં સરકારી તંત્રની પોલ ખોલનારી હકીકત સામે આવી છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલી સરકારી કચેરી બહુમાળી ભવન જર્જરિત થઈ ગઈ છે. 36 વર્ષ જૂની આ બિલ્ડિંગની છત પરથી ગમે ત્યારે પોપડા પડવા લાગે છે. બહુમાળી ભવનમાં કુલ 50 જેટલા વિભાગ આવેલા છે. દરેક વિભાગમાં સ્થિતિ ખૂબ દયનીય છે. જેના કારણે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને સરકારી કામકાજ માટે આવતા મુલાકાતીઓ ભયના ઓથાર હેઠળ છે.

થોડા દિવસ પહેલાં જ અહીં છતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. જોકે તે સમયે કોઈ જાનહાનિ નહોતી થઈ. પરંતુ ભવિષ્યમાં કોઈ જાનહાનિ થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? આ સવાલ સાથે કચેરીમાં કામ કરતા કરતો સ્ટાફ અને મુલાકાતીઓ બિલ્ડિંગના સમારકામની માંગ કરી રહ્યા છે.

ભાવનગર શહેરની મધ્યમાં આવેલ બહુમાળી ભવનમાં અનેક જગ્યાએ છતમાંથી ગાબડા પડી રહ્યા છે, બિલ્ડીંગની હાલત જર્જરિત જોવા મળી રહી છે. અહીં દરરોજ શહેર અને જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ખુદ બહુમાળી ભવનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ભયની લાગણી જોવા મળી રહી છે. સરકારી વિભાગમાં અનેક જગ્યાએ ખુલ્લા વીજવાયરો પણ દેખાયાં, થોડા દિવસ પેહલા જ છતમાંથી ગાબડું પડ્યું હતું. જોકે કોઈ જાન હાની થઈ ન હતી.

 

આ પણ વાંચો: Sheena Bora Murder Case: ઈન્દ્રાણી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો, શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે!

આ પણ વાંચો: GANDHINAGAR : કથિત પેપર લીક કાંડમાં સરકાર યોગ્ય તપાસ કરાવશે : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી

Published On - 4:39 pm, Thu, 16 December 21

Next Video