Vadodara : ધાર્મિક ધજા લગાવવાને લઈ ફરી બે જુથ આમને-સામને, પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી

|

Oct 05, 2022 | 9:06 AM

પોલીસે (vadodara police) ટોળા પર લાઠીચાર્જ કરીને વીડિયો ફૂટેજના આધારે કેટલાક લોકોની અટકાયત કરી લીધી છે. મહત્વપૂર્ણ છે કે હાલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

વડોદરામાં (Vadodara) ધાર્મિક ધજા ઉંચી લગાડવા બાબતે ઘર્ષણ થયુ હતુ. ગોરવા ગામમાં (Gorva village) પોતાના ધર્મની ધજા ઉંચી લગાવવા મુદ્દે બે કોમના લોકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. ઘર્ષણ વધતા બે કોમના લોકોએ સામસામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઘટનાની જાણ થતા DCP ઝોન 1 સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે (vadodara police) ટોળા પર લાઠીચાર્જ કરીને વીડિયો ફૂટેજના આધારે કેટલાક લોકોની અટકાયત કરી લીધી છે. મહત્વપૂર્ણ છે કે હાલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

બે જુથ આમને-સામને આવી ગયા

બે દિવસ અગાઉ વડોદરા જિલ્લાના સાવલીમાં (Savli ) પણ એક મંદિર પાસે આવેલા થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવવાને લઈને બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે હંગામો એટલો વધી ગયો કે બંને પક્ષ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. ઘટનાની જાણ થતા જ પોલીસ  પહોંચી હતી અને અત્યાર સુધીમાં લગભગ 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગના પી.આર.પટેલે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ માટે લોકોએ મંદિરની (Temple) નજીક સ્થિત થાંભલા પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો.જેને લઈ બે જુથ આમને-સામને આવી ગયા હતા.

Published On - 9:04 am, Wed, 5 October 22

Next Video