પડતર માગણીઓને લઇને ગાંધીનગરમાં ઉમટ્યા કર્મચારીઓ, સમાન કામ સમાન વેતન માટે કરી રજૂઆત

|

Sep 19, 2022 | 12:46 PM

ગાંધીનગર કલેક્ટર કચેરીના કર્મચારીઓ (Collector Office Employees) પણ પોતાની રજૂઆતો સાથે માસ સીએલ પર ઉતર્યા છે. અલગ-અલગ આંદોલનોને લઈ ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઇને ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા છે. ગાંધીનગરમાં એક તરફ વનરક્ષક કર્મીઓ (Forest Guard) પોતાની વિવિધ પડતર માગણીઓની રજૂઆત કરી રહ્યા છે. તો મહેસુલ અને પંચાયત વિભાગના કર્મચારીઓ (Collector Office Employees) પણ પોતાની રજૂઆતો સાથે માસ સીએલ પર ઉતર્યા છે. અલગ-અલગ આંદોલનોને લઈ ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પડતર માગણીઓને લઇને થયા એકઠા

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત માટે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વનરક્ષક અને વનપાલ પડતર માગણીઓને લઈને ગાંધીનગર પહોંચ્યા છે. વનરક્ષક અને વનપાલ દ્વારા અરણ્યભવન ખાતે પહોંચી રેલી કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. રેલીમાં મોટી સંખ્યામાં કર્મીઓ જોડાય તેવી શકયતા છે.

અગાઉ પણ સરકારને કરી ચુકયા છે રજૂઆત

બીજી તરફ માજી સૈનિકો, કિસાન સંઘ અને કલેક્ટર કચેરીના કર્મચારીઓ પણ પોતાની કેટલીક માગણીઓને લઇને ગાંધીનગરમાં ધરણા પર છે. મહેસુલ અને પંચાયત વિભાગના કર્મચારીઓ આજે માસ સીએલ પર છે. આ તમામ કર્મચારીઓના જણાવ્યા મુજબ તેઓ અગાઉ પણ સરકારને પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી ચુક્યા છે. જો કે હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે આ તમામ માગણીઓ પર સરકાર કોઇ નિર્ણય લે તે માટે વિવિધ વિભાગના કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે.

વિવિધ કર્મચારીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચતા RAFની બે ટુકડી ગાંધીનગરમાં તહેનાત કરાઈ છે. વિધાનસભાના ગેટ નંબર 1 અને સીએમ આવાસ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Next Video