Tapi : લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઇનના પાલનમાં બેદરકારી બદલ બે પોલીસ કર્મી સસ્પેન્ડ

|

Jan 18, 2022 | 10:51 PM

તાપીમાં ડોલવણ PSI વી.આર.વસાવા અને હેડ કોન્સ્ટેબલ કિશોર ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાયા છે. તાપી SPએ નિષ્કાળજી બાબતે બંને વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ગુજરાતના તાપીમાં(Tapi)  ડોલવણમાં લગ્નપ્રસંગમાં(Weeding)  ભીડ મામલે તાપી પોલીસે(Police)  ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તાપી પોલીસે આ મુદ્દે આયોજક કનુ ગામીત, જીતુ ગામીત અને નિલેશ ગામીત વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તાપીમાં ફરી એકવાર લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. બીજી તરફ બેદરકારી બદલ ડોલવણ PSI વી.આર.વસાવા અને હેડ કોન્સ્ટેબલ કિશોર ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાયા છે. તાપી SPએ નિષ્કાળજી બાબતે બંને વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

જેમાં આરોપ છે કે, એક તરફ કોરોના ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો હતો તો બીજી તરફ તાપી પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બનીને બેસી રહી હતી. કારણ એટલું જ કે, આ કોઈ સામાન્ય નાગરિકના નહીં પરંતું નેતાના સંબંધીના લગ્ન હતા. જો કે, હવે પોલીસ જાગી છે અને વીડિયો વાયરલ થયા બાદ તપાસ શરૂ કરી છે. બીજી તરફ વ્યારાના કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીતે આ ઘટનાને વખોડી છે અને નિષ્પક્ષ તપાસની માગણી કરી છે.

તાપીના ડોલવણના પાટી ગામનો લગ્નપ્રસંગનો આ વીડિયો છે જેમાં હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. હજારો લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. ન તો ક્યાંય સામાજિક અંતર જોવા મળી રહ્યું છે કે ન તો કોઈના મોઢા પર માસ્ક જોવા મળી રહ્યું છે. આ લગ્ન તાલુકા પંચાયતના ઉપપ્રમુખના દિયરના છે. અને કોરોનાના ડર વગર ધામધૂમથી આયોજન કરાયું હતું.

આ પણ વાંચો : Gujarat માં કોરોનાના વધતાં કેસો વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રુપ ઓફ ડૉક્ટર્સ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 17119 કેસ, 10 લોકોના મૃત્યુ

Published On - 10:49 pm, Tue, 18 January 22

Next Video