Panchmahal : ગોધરાના નદીસર ગામે વિકાસના કામોમાં રૂ.48.19 લાખના ભ્રષ્ટાચાર મામલે તલાટીની ધરપકડ, જુઓ Video
પંચમહાલમાં નદીસર ગ્રામ પંચાયતે કરેલા વિકાસના કામોમાં રૂ.48.19 લાખના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભ્રષ્ટાચાર કરવા મામલે તલાટી બી.કે.બારીયાની ધરપકડ કરાઈ છે.
Panchmahal : પંચમહાલમાં ગોધરાના (Godhara) નદીસર ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે પેરોલ ફર્લો શાખાએ કાર્યવાહી કરી છે. નદીસર ગ્રામ પંચાયતે કરેલા વિકાસના કામોમાં રૂ.48.19 લાખના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભ્રષ્ટાચાર કરવા મામલે તલાટી બી.કે.બારીયાની ધરપકડ કરાઈ છે. પંચમહાલ પેરોલ ફર્લો શાખાએ તલાટીની તેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચાર મામલે કાકણપુર પોલીસ મથકે 2 પદાધિકારીઓ અને 10 કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના ત્રણ માસ બાદ પણ તપાસ અધિકારીએ કોઈ પગલા ન લેતા આખરે પેરોલ ફર્લોએ કાર્યવાહી કરી છે અને તલાટી બી.કે.બારીયાની ધરપકડ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 05, 2023 02:16 PM