Surendranagar: SOG એ નકલી ચલણી નોટો સાથે 4 શખ્સોની કરી ધરપકડ, કુલ 18,600નો મુદ્દામાલ કબજે

|

May 27, 2022 | 10:33 PM

સુરેન્દ્રનગર એસઓજીએ આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ ચલણી નોટો ક્યાંથી આવી અને કેટલા સમયથી તેઓ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન વધુ નકલી નોટનું રેકેટ ખુલે તેવી શક્યતા છે.

સુરેન્દ્રનગર SOG પોલીસે (Surendranagar Police) શહેરી વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો સાથે 4 શખ્સને ઝડપી પાડ્યા છે. આ ચારેય આરોપી પાસેથી 200 રૂપિયાની 69, 100 રૂપિયાની 30 અને 50 રૂપિયાની 36 ડુપ્લીકેટ નોટો સહિત ફૂલ 18,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ એસઓજીએ ઝડપાયેલ આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ ચલણી નોટો ક્યાંથી આવી ? અને કેટલા સમયથી તેઓ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન વધુ નકલી નોટનું રેકેટ ખુલે તેવી શક્યતા છે. મળતી માહીતી મુજબ આરોપીઓની મોડન્સ ઓપરેટી એવી હતી કે, નાની રકમની નોટો છાપવાથી ઝડપાશું નહી.

અમદાવાદમાં પણ ઝડપાયુ હતું નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર

ચાર દીવસ પહેલા અમદાવાદમાં ક્રાઈમબ્રાન્ચ દ્વારા નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર ઝડપી પાડ્યુ હતું. જેમાં ડમી સિમકાર્ડ દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવીને માર્કેટમાં આ નકલી નોટો ફરતી કરવામાં આવતી હતી. પોલીસ દ્વારા આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી. સાથે જ બે હજારના દરની 56 નકલી નોટ પણ ઝડપી પાડી હતી. આરોપીઓ નકલી નોટનો ઉપયોગ ઓનલાઈન ઓર્ડરથી વસ્તુ ખરીદવામાં કરતા અને ત્યારબાદ વસ્તુ વહેચીને રોકડા રૂપિયાની કમાણી કરી લેતા હતા.

Next Video