સુરેન્દ્રનગર : ગણોત ધારામાં ફેરફારથી ખેડૂતોમાં રોષ, ખેતીની કિંમતી જમીનો છિનવાઈ જવાનો આક્ષેપ

|

Mar 10, 2024 | 5:52 PM

ગણોત ધારામાં ફેરફાર અંગે ખેડૂતોએ સરકાર પર આક્ષેપો કર્યા કે, આ કાયદામાં ફેરફારથી ખેડૂતોની કિંમતી જમીનો ઉધોગકારો પડાવી લેશે અને પરિણામે ખેતીની જમીનો પણ ઘટશે. ખેડૂતોના પુત્રોને ખેડૂત ખાતેદાર બનવા લાંબી પ્રક્રિયા કરવી પડે છે. ત્યારે આ કાયદાથી કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર બની જશે.

સુરેન્દ્રનગર : ગણોત ધારામાં ફેરફારથી ખેડૂતોમાં રોષ, ખેતીની કિંમતી જમીનો છિનવાઈ જવાનો આક્ષેપ
Surendranagar

Follow us on

રાજ્યમાં ગણોત ધારામાં ફેરફારથી સુરેન્દ્રનગરના ખેડૂતો રોષે ભરાયા છે અને સરકાર પર આક્ષેપો કરતા કહ્યું કે, સરકાર ખેતીની જમીનો બિલ્ડરોને આપવા માટે તખ્તો ઘડી રહી છે. ખેડૂતોના પુત્રોને ખેડૂત ખાતેદાર બનવા લાંબી પ્રક્રિયા કરવી પડે છે. ત્યારે આ કાયદાથી કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર બની જશે.

વધુમાં ખેડૂતોએ આક્ષેપો કર્યા કે, આ કાયદામાં ફેરફારથી ખેડૂતોની કિંમતી જમીનો ઉધોગકારો પડાવી લેશે અને પરિણામે ખેતીની જમીનો પણ ઘટશે. જો કે આ મામલે 3 મહિના પહેલા જ સરકારે કમિટી પણ બનાવી હતી. જે હાલ અન્ય રાજ્યની પરિસ્થિતિ જાણવા માટે મુખ્ય અધિકારીઓને અભ્યાસ માટે મોકલાયા છે.

Next Video