Surendranagar: ખેડૂતે સુકા પ્રદેશમાં દ્રાક્ષનું વાવેતર કરી નવી રાહ ચિંધી

|

Mar 19, 2022 | 7:19 PM

પ્રગતિશીલ ખેડૂતે સુકા પ્રદેશમાં દ્રાક્ષનું વાવેતર કરી રાજયના અન્ય ખેડૂતોને નવી રાહ ચિંધી..સામાન્ય રીતે દ્રાક્ષ મહારાષ્ટ્રના નાસિક, ધુલીયા જેવા સ્થળોમાં વધુ થાય છે..ત્યારે શાંતિલાલ દાડમના વેચાણ માટે પાંચ વર્ષ અગાઉ નાસિક ગયા હતા.તે સમયે દ્રાક્ષના માંડવા જોઇ દ્રાક્ષનું વાવેતર કરવાનો વિચાર કર્યો હતો.

સુરેન્દ્રનગરના(Surendranagar)ખેડૂતો( Farmers) કપાસ, જીરૂ, ઘઉં જેવા પાકનું વાવેતર છોડી હવે બાગાયતી ખેતી તરફ વળ્યા  છે.  વડોદ ગામના ખેડૂત શાંતિલાલ પટેલે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર દ્રાક્ષનું(Grapes)સફળ વાવેતર કરીને મબલખ આવક મેળવી છે.ખેડૂતે બે એકર જમીનમાં દ્રાક્ષનું વાવેતર કર્યુ અને દ્રાક્ષના વાવેતર પાછળ 13 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો..ગયા વર્ષે ખેડૂતને અંદાજે 4 ટન દ્રાક્ષનો ઉતારો આવ્યો હતો જ્યારે આ વર્ષે 12 ટનથી વધુ દ્રાક્ષનો ઉતારો આવે તેવો અંદાજ છે.હાલ દ્રાક્ષ 80 રૂપિયામાં કિલો વેચાઈ રહી છે.હાલ આ પ્રગતિશીલ ખેડૂતે સુકા પ્રદેશમાં દ્રાક્ષનું વાવેતર કરી રાજયના અન્ય ખેડૂતોને નવી રાહ ચિંધી છે.

સામાન્ય રીતે દ્રાક્ષ મહારાષ્ટ્રના નાસિક, ધુલીયા જેવા સ્થળોમાં વધુ થાય છે..ત્યારે શાંતિલાલ દાડમના વેચાણ માટે પાંચ વર્ષ અગાઉ નાસિક ગયા હતા.તે સમયે દ્રાક્ષના માંડવા જોઇ દ્રાક્ષનું વાવેતર કરવાનો વિચાર કર્યો હતો. તેની બાદ તેમણે પોતાના ખેતરના દ્રાક્ષનો પાક લેવા માટે જરૂરી સંશોધન કર્યું હતું. તેમજ તેની બાદ તેમણે આ દિશામાં કામ શરૂ કર્યું હતું. જો કે પ્રથમ વર્ષે ઓછો પાક આવ્યો હતો. જયારે આ વર્ષે સારા પાકની આશા છે. તેમજ તેમના આ પ્રયાસના પગલે સૂકો રણ વિસ્તાર ગણાતા સુરેન્દ્રનગરમાં પણ નવા પાકનું વાવેતર સફળ  થયું છે.

આ પણ  વાંચો : Gujarat માં શહેરી વિકાસને વેગ આપવા મોટો નિર્ણય, એક જ દિવસમાં પાંચ ટીપી સ્કીમને મંજૂરી અપાઈ

આ પણ  વાંચો : Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ

 

Published On - 7:12 pm, Sat, 19 March 22

Next Video