Surendranagar: વઢવાણમાં દલિત પુત્રીનું અનોખુ ફુલેકુ, સમાજને આપ્યો આ સંદેશ

|

May 22, 2022 | 6:01 PM

દલિત પરીવારની પુત્રી ભારતીના લગ્ન હોવાથી હાથી પર ફુલેકુ કાઢી 'દિકરીને ભણાવો દિકરીને સમાન અધિકાર આપો' જેવા સ્લોગન હાથી પર લગાડવામાં આવ્યા હતા. ફુલેકા દ્વારા સમાજને પુત્રીઓ માટે નવો રાહ ચિંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં વરરાજાનું ફુલેકું નીકળતું હોય છે અને ફુલેકામાં લોકો જોડાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના (Surendranagar Latest News) વઢવાણ ગામમા અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દિકરીના લગ્ન હોય દીકરીનું હાથી ઉપર ભવ્ય રીતે અનોખુ ફુલેકું કાઢવામાં આવ્યું હતું. આ ફુલેકા દ્વારા સમાજને સંદેશો આપવામાં આવ્યો હતો. વઢવાણના ગણપતી ફાટસર વિસ્તારમાં દલિત પરિવારની પુત્રીના લગ્નનું ફુલેકુ હાથી પર નીકળ્યું હતું. જેને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

ફુલેકા દ્વારા આપવામાં આવ્યો આ સંદેશો

દલિત પરીવારની પુત્રી ભારતીના લગ્ન હોવાથી હાથી પર ફુલેકુ કાઢી ‘દિકરીને ભણાવો દિકરીને સમાન અધિકાર આપો’ જેવા સ્લોગન હાથી પર લગાડવામાં આવ્યા હતા. ફુલેકા દ્વારા સમાજને પુત્રીઓ માટે નવો રાહ ચિંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમજ સૌ પ્રથમ વખત ડૉ.બાબાસાહેબ આંબેડકરના ફોટો લગાડી પુત્રીનું ફુલેકુ કાઢવામાં આવ્યુ હતુ. આ સાથે કંકોત્રીમાં પણ સમાન અધિકાર, દારૂ, જુગારના વ્યસન જેવા સુત્રો છાપવામાં આવ્યા. વર્ષો પહેલા દીકરીના પિતાનું આ રીતે વરઘોડાનું સપનું અધુરુ રહ્યુ હોય તેઓએ મનોમન નક્કી કર્યુ હતુ કે તેઓ પોતાના બાળકોનું ફુલેકુ ભવ્ય રીતે કાઢશે. આ અનોખા ફુલેકા દ્વારા પરીવારનું સપનુ તો પુરુ થયુ જ છે. સાથે સમાજને એક પ્રેરણા પણ મળી છે.

Next Video