Surendranagar : પાટડીના ગોરિયાવટ ગામ નજીક સર્જાયુ ચક્રવાત, દ્રશ્યો થયા કેમેરામાં કેદ, જુઓ વિડીયો

|

Jun 26, 2022 | 11:42 PM

રાજકોટ (Rajkot News) જીલ્લામાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયુ હતુ અને જોરદાર વરસાદ પડ્યો હતો. જેના લીધે અનેક સ્થળે વૃક્ષો પડવાની ઘટના સામે આવી હતી તેમજ શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

સુરેન્દ્રનગરના (Surendranagar ) પાટડીના ગોરિયાવટ ગામ નજીક સર્જાયેલા ચક્રવાતનો વીડિયો સામે આવ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગોરિયાવટ ગામ નજીક ચક્રવાત સર્જાયું હતું જે દ્રશ્યોને સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા. નોંધનીંય છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. રાજકોટ, જામનગર સહીતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી છે. હજુ પણ આ જ રીતે વરસાદ ચાલું રહેશે તેવી પણ શક્યતા છે. રાજકોટ જીલ્લામાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયુ હતુ અને જોરદાર વરસાદ પડ્યો હતો. જેના લીધે અનેક સ્થળે વૃક્ષો પડવાની ઘટના સામે આવી હતી તેમજ શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત

ગુજરાતમા આખરે વરસાદની જમાવટ શરૂ થઈ છે. જેમાં આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, તાપી,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. આ તરફ ગાંધીનગર અને પંચમહાલ, ગોધરા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે જમાવટ કરી છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા.

Published On - 11:39 pm, Sun, 26 June 22

Next Video