Surendranagar: પાટીદાર આંદોલન (Patidar Andolan) સમયે પાટીદાર પર થયેલા કેસ (Patidar Case) પાછા ખેંચવાને લઈને રાજકીય ગતિવિધિયો વધી ગઈ છે. પાટીદાર આગેવાનથી લઈને પાટીદાર નેતા અને સાંસદો CM ની મુલાકાત લઇ ચુક્યા છે. આવામાં “પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચો છો, તો અન્ય આંદોલનકારીઓના કેસ પણ પરત ખેંચો.” આવી માગણી સામે આવી છે. આ માગ સાથે ચોટીલાના કોંગી ધારાસભ્ય ઋત્વીક મકવાણએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
પત્રમાં કોંગી MLA એ વઘુમાં લખ્યું હતું કે, લોકતાંત્રિક દેશમાં આંદોલન કરવાનો સૌને અધિકાર છે. સરકાર માત્ર અમુક આંદોલનકારીઓના જ કેસ પાછા લઈને ભેદભાવ ન કરે. એલઆરડી ભરતી, અલ્ટ્રાટેક કંપની દ્વારા ખેડૂતો પર કરેલા કેસ, આંગણવાડી બહેનો પર થયેલા કેસ, બેરોજગારી મુદ્દે થયેલા આંદોલનના કેસ તેમજ પોલીસ ગ્રેડ પેની માગ સાથે થયેલા આંદોલનના કેસ સહીત તમામ આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવા સરકારને રજૂઆત છે.
તો તેમણે રજૂઆતમાં આંદોલનની ચીમકી આપી છે. તેમણે એવામાં જો સરકાર દ્વારા તમામ આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો MLAએ વધુ એક આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો જાહેર છે કે પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચવા માટેની ગતિવિધિઓ શરુ થઇ ગઈ છે. એવામાં હવે રાજકીય માહોલ પણ ગરમાયો છે.
આ પણ વાંચો: ઉંઝાના MLA આશા પટેલ સતત ત્રીજા દિવસે વેન્ટિલેટર પર: CM, વિજય રૂપાણી, નીતિન પટેલે લીધી હોસ્પિટલની મુલાકાત
Published On - 9:59 am, Sun, 12 December 21