મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ, બેડની સર્જાઈ અછત- Video

મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ, બેડની સર્જાઈ અછત- Video

| Edited By: | Updated on: Oct 03, 2024 | 8:21 PM

ચોમાસા બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના કારણે મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ છે. 1250 બેડની ક્ષમતા સામે હોસ્પિટલમાં હાલ 1350 દર્દીઓને દાખલ કરવા પડ્યા છ, જેમાથી કેટલાકને તો જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે.઼

પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ છે. રોગચાળાના કેસમાં ઉછાળો આવતા હોસ્પિટલના બેડ હાઉસ ફૂલ થઈ ગયા છે. બેડની અછત સર્જાતાં દર્દીઓને જમીન પર પથારીમાં સુવડાવીને સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60 હજાર જેટલા ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે. સામાન્ય રીતે મેડિકલ વિભાગમાં રોજ 500ની આસપાસ ઓપીડી નોંધાતી હોય છે પરંતુ રોગચાળાએ માજા મુકતા હવે 800 સુધીના કેસ નોંધાઈ છે.

ઓપીડીમાં આવતા મોટાભાગના દર્દીઓને દાખલ કરવાની ફરજ પડતા હોસ્પિટલના બેડ હાઉસફૂલ થઈ ગયા છે. સુરત સિવિલમાં કુલ 1250 બેડની વ્યવસ્થા છે. જ્યારે દર્દીઓની સંખ્યા 1350 જેટલી છે. દર્દીઓ માટે નીચે પથારી કરીને હાલ તંત્ર સારવાર આપી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 03, 2024 08:20 PM