સુરત : મદદના બહાને ATM કાર્ડ બદલી લઈ ઠગાઈ કરનાર બે ભેજાબાજ ઝડપાયા, જુઓ વીડિયો

|

Feb 05, 2024 | 12:55 PM

સુરત : ATMમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવું પડશે. સુરતમાં મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર 2 શખ્સો પકડાયા છે. ઉધના પોલીસે 30 જેટલા ATM કાર્ડ સાથે આ બે ભેજાબાજોની ધરપકડ કરી છે.

સુરત : ATMમાં મદદ કરવા આવતા લોકોથી સાવધાન રહેવું પડશે. સુરતમાં મદદગાર બની ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેનાર 2 શખ્સો પકડાયા છે. ઉધના પોલીસે 30 જેટલા ATM કાર્ડ સાથે આ બે ભેજાબાજોની ધરપકડ કરી છે.

આરોપી શખ્સ પિન નંબર જાણી લીધા બાદ કાર્ડ બદલી નાંખતા હતા. અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંહની ધરપકડ કરવામાં આવી છે.  આ બંને છેતરપિંડીથી મેળવેલા પૈસાથી મોજશોખ પૂરા કરતા હતા. ડિંડોલી અને પાંડેસરામાં થયેલા ગુનાનો પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો છે. પોલીસે દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોટી રકમની ઠગાઈ સામે આવવાનો અંદાજ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video