Surat Talati Exam : હાથમાં મહેંદી, પીઠી સાથે તલાટીની પરીક્ષા આપવા ભરુચથી સુરત પહોંચી કન્યા, જુઓ Video

| Edited By: | Updated on: May 07, 2023 | 1:43 PM

તલાટીની પરિક્ષાને લઈ લાંબા સમયથી મહેનત કરતાં પરિક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાઇ રહી છે જેમાં લગ્ન પહેલા કન્યા પરીક્ષા આપવા સુરત પહોંચી છે.

આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાઇ રહી છે જેમાં લગ્ન પહેલા કન્યા પરીક્ષા આપવા પહોચી છે. અંકલેશ્વરની કન્યાનું સુરત કેન્દ્ર આવતા પ્રવાસ કરી પરીક્ષા આપવા પહોચી છે. પરીક્ષા આપવાની ધગશ જોઈ પરિવારે કન્યાના આવતી કાલે લગ્ન હોવા છતા અંકલેશ્વર થી સુરત ખાતે પરીક્ષા આપવા મોકલી છે.

આ પણ વાંચો : સુરતમાં 74 હજાર 940 ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા, એસ.ટી વિભાગે પરીક્ષાર્થીઓ માટે કરાયુ ખાસ આયોજન

તલાટીની પરિક્ષાને લઈ લાંબા સમયથી મહેનત કરતાં પરીક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પરીક્ષા આપવા માટે વિવિધ જિલ્લાઓમાં નંબર આવવાને કારણે તેઓ એક જિલ્લા થી બીજા જિલ્લામાં પરીક્ષા આપવા પહોચ્યા છે. ત્યારે  અંકલેશ્વરના હાંસોટ ખાતે રહેતી કન્યા તેમના લગ્ન પહેલા પરીક્ષા આપવા માટે પહોંચી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની પરીક્ષાનું આજ રોજ સમગ્ર ગુજરાતમાં આયોજન કરાયું છે. ત્યારે સુ આયોજિત આ વ્યવસ્થા સાથે શરૂ થયેલી પરીક્ષામાં ભરુચની એક કન્યા પહોંચી છે. પરીક્ષા આપનાર વર્ષાએ પોતાના હાથમાં મહેંદી અને પીઠી સાથે તલાટીની પરીક્ષા આપવા વર્ગખંડમાં પ્રવેશ કર્યો હતો. મહત્વનુ છે કે આજે સુરતમાં 74 હજાર 940 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. સુરતના 216 કેન્દ્રોના 2498 બ્લોકમાં પરીક્ષાનું યોજાશે. પરીક્ષાને લઈ સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 07, 2023 01:25 PM