સુરત : અકસ્માતમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ 4 લોકોને નવજીવન આપ્યું, જુઓ વીડિયો

|

Feb 05, 2024 | 12:35 PM

સુરતનો 17 વર્ષીય વિદ્યાર્થી બ્રેઇનડેડ જાહેર થતા તેના અંગોનું હોસ્પિટલમાં દાન કરાયું છે. વિદ્યાર્થીના અંગદાનના કારણે હવે 4 લોકોને નવજીવન મળશે. આ વિદ્યાર્થી બ્રેઇનડેડ થતા પરિવારે હ્રદય, લીવર અને બે કિડનીનું દાન કર્યું છે જેને અમદાવાદની યુ.એન.મહેતા અને IKDRC હોસ્પિટલે સ્વીકાર્યા હતા.

મહત્વનું છે કે તથાગ તપાર્થ શાહ નામનો વિદ્યાર્થી સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં ભણતો હતો. તે પ્રિ બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી વહેલી સવારે નીકળેલા વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ વિદ્યાર્થીને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. તબીબો દ્વારા વિદ્યાર્થી બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને પરિવારને અંગદાન અંગે સમજણ આપી હતી. તથાગના પરિવારે અંગદાનની સંમતિ આપતા હવે 4 લોકોને નવજીવન મળશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video