Surat: જિલ્લા SOGની કડક કાર્યવાહી, ટ્રકમાંથી 700 કિલો ગાંજો પકડી પાડ્યો

|

May 13, 2022 | 7:23 PM

સુરત જિલ્લાના કામરેજના ઉભેળ ગામમાંથી જિલ્લા SOGને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઉભેળ ગામની મહાદેવ હોટેલની અંદર પાર્કિંગમાં એક ટ્રક પાર્ક થયેલી હતી. જિલ્લા SOGએ આ અંગે તપાસ હાથ ધરતા 80.11 લાખનો 700 કિલો ગાંજો (hashish) પકડી પાડ્યો હતો.

Surat: સુરત જિલ્લાના કામરેજના ઉભેળ ગામમાંથી જિલ્લા SOGને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઉભેળ ગામની મહાદેવ હોટેલની અંદર પાર્કિંગમાં એક ટ્રક પાર્ક થયેલી હતી. જિલ્લા SOGએ આ અંગે તપાસ હાથ ધરતા 80.11 લાખનો 700 કિલો ગાંજો (hashish) પકડી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો લઇને આવનાર આરોપીઓ ટ્રક મુકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરામાં મિલ માલિક પાસે 40 લાખની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ

સુરતમાં સતત કોઈને કોઈ રીતે લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ સતત સક્રિય હોય છે. આવી જ પ્રતિષ્ઠિત લોકોના નામ ધારણ કરી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી. તાજેતરમાં પાંડેસરાના મિલમાલિક પાસે શ્રી સિમેન્ટના નામે ગેંગ દ્વારા રૂપિયા 40 લાખ પડાવવામાં આવ્યા હતા. આ બાબતે ફરિયાદ નોંધાતા આખો મામલો બહાર આવ્યો હતો. જોકે આરોપી ભૂતકાળમાં પણ અનેક ગુનામાં સંડોવાયા હોવાનું સામે આવ્યું હતું.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી રાજસ્થાની સમાજના લોકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ હતી. જે ગેંગ દેશના પ્રતિષ્ઠિત માણસ તરીકે ઓળખ આપી વોટ્સઅપ કોલ કરી લોકોને છેતરતી હતી. ખાસ કરીને રાજસ્થાની સમાજના આગેવાનોના નંબરો મેળવી સમાજના પ્રતિષ્ઠિત માણસોનું નામ ધારણ કરી આંગડીયાથી નાણાં મંગાવતા હતા.

ત્યારે સુરતના પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરીને ગત 1 માર્ચે અજાણ્યાએ વોટ્સઅપ કોલ કરી પોતાની ઓળખ શ્રી સીમેન્ટના માલિક પ્રશાંત બાંગડ તરીકે આપી પોતાને મુંબઈમાં તાત્કાલિક 40 લાખની જરૂર છે. અને સુરતમાં પૈસા પહોંચાડી દેવાની વાત કરી હતી. જેથી પ્રમોદ ચૌધરીએ તેના કેશિયરને કહી 40 લાખ મહિધરપુરાની સોમા આંગડીયા પેઢી મારફતે મોકલ્યા હતા. પૈસા મેળવી લીધા બાદ બાંગડ ગ્રુપના નામે ફોન કરનાર પ્રશાંત બાંગડ, પેઢીમાંથી પૈસા લેનાર રાકેશ અને કિશને ફોન બંધ કરી દીધા હતા. જોકે આ મામલે પાંડેસરા GIDCની પ્રતિભા ડાંઈગ મિલના માલિક પ્રમોદ ચૌધરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Published On - 7:22 pm, Fri, 13 May 22

Next Video