સુરતના કીમ ગામમાં જાહેરમાં તોફાન મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યાં છે. પોલીસે મારામારી કેસમાં બંને જૂથના કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ લોકોના મનમાંથી લુખ્ખા તત્વોનો ડર દૂર થાય તે માટે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. કીમ મુખ્ય બજારમાં આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તમામ આરોપીઓને પોલીસે ઘટના સ્થળ સુધી સરઘસ કાઢીને લઇ ગઇ હતી અને ઘટના સ્થળે પોલીસે આરોપીઓને ઉઠક બેઠક કરાવી હતી.
મહત્વનું છે કે કીમ ગામના આશિયાના નગરમાં ગઇકાલે રાત્રે ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે બબાલ થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથ સામસામે આવી ગયા હતા અને જાહેરમાં મારામારી કરી ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો..જેને આધારે પોલીસે બે જૂથના કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:48 pm, Wed, 26 April 23