સુરતના લસકાણામાં શંકાસ્પદ નકલી ઘી બનાવતા કારખાનાનો પર્દાફાશ થયો છે. બજારમાં નકલી ઘી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતુ કારખાનું પોલીસે છાપો મારીને ઝડપી પાડ્યું છે. સુરત પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને આ કારખાનાઓનો પર્દાફાશ કર્યો છે. અહીં વેજિટેબલ ઓઈલમાં એસેન્સ ભેળવીને શંકાસ્પદ ઘી બનાવાતું હતું. કૂલ 319 કિલો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે.
સુરતમાં નકલી ચીજવસ્તુઓને લઈને રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે નકલીનો કિસ્સો સામે આવ્ય છે. અહીં નકલી ઘી બનાવતા કારખાના ઝડપાયા છે. આ કારખાનાઓ માંથી 856 કિલો સોયાબિન અને વેજિટેબલ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે છાપો મારીને કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શંકાસ્પદ ઘીના કારખાનાનાં સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ ઘી કોને કોને અને કેવી રીતે સપ્લાય કરવામાં આવ્યું છે તે અંગે તપાસ તેજ કરી છે.
સુરતમાં નકલી ચીજવસ્તુઓ દર આડા દિવસે મળી આવતી હોય છે. ત્યારે સુરતમાંથી નકલી ઘી ઝડપાયું છે. અહીં શુદ્ધ ઘી ના નામે નકલી ઘી નું વેચાણ થતુ હતુ.
સુરતના લસકાણા વિસ્તારમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પોલીસે માહિતીના આધારે છાપો મારીને કૌભાંડને ઝડપી પાડ્યું હતુ. અહીં સોયાબીન ઓઈલ અને વેજિટેબલ ઓઈલમાંથી ઘી બનાવવાવામાં આવતુ હતુ. આ બન્ને ઓઈલનું મિશ્રણ કરીને એસેન્સ ભેળવી નકલી ઘી તૈયાર થતુ હતુ.
લસકાણા પોલીસ અને પાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી ઓફિસરો સંયુક્ત રીતે છાપો મારીને આ સમગ્ર નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જ્યાંથી 319 કિલો ભેળસેળ યુક્ત નકલી ઘી મળી આવ્યું છે. ઉપરાંત ધી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ એસેન્સ નો જથ્થો,નકલી ઘી બનાવવા માટેનો સરોસામાન કર્યો જપ્ત
પોલીસે કુલ 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે સ્થળ પરથી નકલી ઘી નું કારખાનું ચલાવતા અલ્પેશ સાંઠલીયાની ધરપકડ કરવામાં આવી છે.