Surat : ગણપતિ ચતુર્થીએ પશુપાલકો માટે ખુશીના સમાચાર, સુમુલ ડેરીએ દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો

|

Aug 31, 2022 | 7:39 PM

સુરતની (Surat) સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટ ભેંસના દૂધમાં 10 રૂપિયા અને ગાયના દૂધમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. હાલમાં ભેંસના દૂધના કિલોફેટ ભાવ 750 રૂપિયા હતા, જેના 760 કરવામાં આવ્યા છે.

સુરતમાં (Surat)  ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi 2022)  દિવસે પશુપાલકોને સુમુલ ડેરીએ(Sumul Dairy) ખુશીના સમાચાર આપ્યા છે. જેમાં સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટ ભેંસના દૂધમાં 10 રૂપિયા અને ગાયના દૂધમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. હાલમાં ભેંસના દૂધના કિલોફેટ ભાવ 750 રૂપિયા હતા, જેના 760 કરવામાં આવ્યા છે. જ્યારે ગાયના દૂધના કિલોફેટ ભાવ 735 રૂપિયા હતા જેને 740 કરવામાં આવ્યા છે.

સુમુલ ડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો

આ ઉપરાંત અમુલ બાદ  સુમુલ ડેરીએ પણ  19 ઓગષ્ટના રોજ દુધના ભાવમાં વધારો કર્યો છે.પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો સુમુલે વધારો કર્યો છે.સાથે જ સુમુલ તાજા દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.મહત્વનું છે કે આગામી અઠવાડિયાથી દૂધના ભાવમાં વધારો અમલી કરાશે. એક તરફ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાને છે અને હવે દૂધમાં થયેલા ભાવધારાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અમૂલે દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાયો હતો

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Amul Federation), કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ 17ઓગસ્ટ 2022થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં તારીખ 17 ઓગસ્ટ 2022 થી 500 મિલી અમૂલ ગોલ્ડનો (Amul Gold) ભાવ રૂ. 31, જ્યારે 500 મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. 25 અને 500 મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. 28 પ્રતિ થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો થયેલ છે જે મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ 4% નો વધારો સૂચિત કરે છે જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.

Published On - 7:35 pm, Wed, 31 August 22

Next Video