Surat: 1 કરોડનું ઉઠમણું કરનાર ભૂજમાંથી ઝડપાયો, ભુજના ભોજનાલયમાં આરોપી કરતો હતો મજૂરી કામ, જુઓ Video

|

Jun 03, 2023 | 11:32 PM

સુરતમાં 1 કરોડનું ઉઠમણું કરનાર ભૂજમાંથી ઝડપાયો છે. 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે નિરોણા ગામથી આરોપીની ધરપકડ કરી. આ આરોપી ભોજનાલયમાં પાંચ મહિનાથી મજૂરી કામ કરતો હતો.

Surat: એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે. 10 વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે ભૂજના નિરોણા ગામથી ઝડપી પાડ્યો છે. ભુજના ભોજનાલયમાં આરોપી મજૂરી કામ કરતો હતો. આરોપી મહેશ અને તેની પત્નીએ કેટલાક લોકોને લોભામણી લાલચ આપી છેતરતા 2013 માં સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી દંપતીએ આશાપુરા એન્ટરપ્રાઇઝ એન્ડ મની લેન્ડર્સના નામે ફાઈનાન્સ કંપની શરૂ કરી હતી. લોભામણી સ્કીમો બતાવી 1.7 કરોડનું રોકાણ કરાવી લોકોને છેતર્યા હતા.

આ પણ બંચો : સાટાપ્રથાએ બગાડયું દાંપત્યજીવન, યુવતીએ તેના જ માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો, જુઓ Video

બંને પતિ-પત્નીએ સચિન વિસ્તારમાં વર્ષ 2009 થી 2012 દરમ્યાન આશાપુરા એન્ટરપ્રાઇઝ એન્ડ મની લેન્ડર્સના નામે ફાઈનાન્સ કંપની શરૂ કરી હતી. જે કંપનીમાં ફરિયાદી સુખરામ હરિરામ કૂદીયા સહિત અનેક લોકોને રોકાણ કરાવ્યું હતું. લોભામણી અને લલચામણી સ્કીમો બતાવી 1.7 કરોડનું રોકાણ કરાવી રાતોરાત ઉઠમણું કરી ગયા હતા.

સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં પતિ પત્ની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.જે ગુનામાં આરોપીઓ આજદિન સુધી ઝડપાયા ન હતા. આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા જુનાગઢ, રાજકોટ, જામનગર, અમદાવાદ, મુંબઈ, મોરબી ખાતે જઈ છુપાતા ફરતા હતા. ભુજ ખાતે આવેલ ભોજનાલયમાં નોકરી કરતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પતિ મહેશ મંગેને ઝડપી પાડ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article