Surat : નાગસેન નગરની પ્રાથમિક શાળામાંથી શિક્ષકને હાંકી કાઢતા વિદ્યાર્થીઓમાં રોષ, વિદ્યાર્થીઓએ સામૂહિક ધરણાં ધર્યા, જુઓ Video
શાળા તંત્ર સામે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને શાળામાં પરત લાવવાની માગ કરવામા આવી છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે જ્યાં સુધી શાળામાંથી હાંકી કાઢેલ શિક્ષકને પરત ન બોલાવવામાં આવે ત્યાં સુધી તેઓ ધરણા પર રહેશે.
સુરતની પાંડેસરામાં આવેલી નાગસેન નગરની પ્રાથમિક શાળામાંથી શિક્ષકને હાંકી કાઢતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર પ્રાથમિક શાળાના શિક્ષક બિમાર હોવાથી થોડા દિવસ શાળામાં ન આવતા શિક્ષકને નોટીસ આપ્યાં વગર જ શાળા માંથી હાંકી કાઢતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. શિક્ષકને શાળામા પરત લેવાની માગણી સાથે 120થી વધુ વિદ્યાથીઓના સામૂહિક ધરણાં ધર્યા છે.
શાળા તંત્ર સામે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને શાળામાં પરત લાવવાની માગ કરવામા આવી છે . વિદ્યાર્થીઓનું કહેવુ છે કે જ્યાં સુધી શાળામાંથી હાંકી કાઢેલ શિક્ષકને પરત ન બોલાવવામાં આવે ત્યાં સુધી તે ધરણા પર રહેશે.
આ પણ વાંચો : રાડો, નાડીદોષ ફિલ્મના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ, પોન્ઝી સ્કીમ મુદ્દે સુરતમાં ત્રણ લોકો ઝડપાયા
નાગસેન નગરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે TV9 એ વાતચીત કરતા જાણવા મળ્યું કે શાળામાંથી શિક્ષકને હાંકી કાઢ્યા પછી શાળામા નવા શિક્ષકની ભરતી કરવામાં આવી હતી. પરંતુ તેમની ભણાવવાની શૈલી તેમને પસંદ ન હતી. આ ઉપરાંત વધુમા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ગુરુના સન્માન આપવા માટે ગુરુ પૂર્ણિમા અને શિક્ષક દિવસ ઉજવવામા આવે છે, તો શિક્ષક સામે થતા અન્યાય માટે કેમ નહી. વિદ્યાર્થીઓએ શિક્ષક પરત ન ફરે ત્યાં સુધી કોઈપણ કાળે અભ્યાસ શરૂ ન કરવાની ધમકી આપી છે.
