AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 કરોડ વેક્સિનેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલ્થ સેન્ટરમાં રહ્યા ઉપસ્થિત, સૌનું મ્હો મીઠું કરાવ્યું

100 કરોડ વેક્સિનેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલ્થ સેન્ટરમાં રહ્યા ઉપસ્થિત, સૌનું મ્હો મીઠું કરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:01 AM
Share

દેશમાં વેક્સિનેશનનો સો કરોડનો આંકડો પાર થતા જ મુખ્યમંત્રીએ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. અને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

CM ભૂપેન્દ્ર પટેલે પણ રસીકરણના 100 કરોડના આંકને પાર કરવાની સિદ્ધિ અંગે ટ્વિટ કર્યુ. ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યુ કે માત્ર 278 દિવસમાં કોવીડ રસીકરણના 100 કરોડ ડોઝ વિનામૂલ્યે અને સમયબધ્ધ આપી દેશવાસીઓને કોરોના સામે કવચ પૂરું પાડવા બદલ વડાપ્રધાન મોદીનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સીમાચિન્હ પાર કરવા બદલ આરોગ્યકર્મીઓ,ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને સૌ દેશવાસીઓને અભિનંદન.

આ ઉપરાંત દેશમાં વેક્સિનેશનનો સો કરોડનો આંકડો પાર થતા જ મુખ્યમંત્રીએ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. 100 કરોડ નો લક્ષ્ય પાર કરતાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધીનગરમાં સેકટર 2 ના અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. અને રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાં તેમણે સૌને મોઢું મીઠું કરાવ્યું. અને આ સિધ્ધિ મેળવવામાં પોતાનું યોગદાન આપનારા આરોગ્ય સેવા કર્મીઓ ને સફળતાની શુભેચ્છા આપી હતી. સાથે જ CM એ આ આરોગ્ય કેન્દ્રમાં રસીનો ડોઝ લેવા આવેલા નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

જણાવી દઈએ કે દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી, ભારત આજે 100 કરોડ વેક્સિન ડોઝ આપવાનો સીમાચિહ્ન પાર કર્યું. દેશ આજે 100 કરોડ અથવા 1 બિલિયન ડોઝના લક્ષ્યને પાર કરી દીધું છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘણા કાર્યક્રમોની યોજનાઓ પણ તૈયાર કરી છે.

 

આ પણ વાંચો: સુરત કોંગ્રેસ ઉપપ્રમુખે આપી દીધું રાજીનામું, કોંગ્રેસ પાર્ટી પર પરિવારવાદને લઈને લગાવ્યા આ આરોપ

આ પણ વાંચો: Surat: દિવાળીમાં ફરવા જવા માંગતા સુરતીઓ ખાસ વાંચો, મનપાએ વેક્સિનને લઈને કરી મોટી જાહેરાત

Published on: Oct 21, 2021 10:58 AM
g clip-path="url(#clip0_868_265)">